Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ LCB પોલીસે 14 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

  • July 17, 2024 

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા અલગ અલગ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ છે. તે દરમિયાન વલસાડ એલ.સી.બી.ની ટીમને ધરમપુર પોલીસ મથકમાં વર્ષ 2011માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો આરોપી દક્ષેશ ઉર્ફે દીક્ષુ ઉર્ફે દીક્ષિત દોલતભાઈ પટેલ (રહે.ડુંગરી ફળિયા, વટાર ગામ, તા.વાપી) તેના ઘરે હાજર હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે એલ.સી.બી.ની ટીમે છેલ્લા 14 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો. આમ એલ.સી.બી.ની ટીમે વોન્ટેડ આરોપીનો કબજો ધરમપુર પોલીસને સોંપતા, ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application