Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ આઈ.સી.ડી.એસ દ્વારા સ્ત્રી રોગ અને ગર્ભાશયના મુખનું કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • July 18, 2023 

વલસાડ નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના વલસાડ તાલુકા દ્વારા સંપૂર્ણ સ્ત્રી રોગની જાણકારી અને સર્વાંઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.યોગિની રોલેકર (M.D GYNEC, MUMBAI) દ્વારા સ્ત્રીના માસિક સ્ત્રાવથી લઈને સ્ત્રી રોગ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં હાલમાં વધી રહેલાં સર્વાંઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) કેવી રીતે થાય તેમજ તેને કેવી રીતે અટકાવી શકાય તે માટે કાર્યકર બહેનોને જાણકારી આપવામાં આવી હતી. જેમાં સર્વાંઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) વિશેની માહિતી તેની રસીકરણની માહિતી અને Pap test and HPV testની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. જેથી આંગણવાડી કાર્યકર બહેનો આઈસીડીએસના લાભાર્થીઓને એમના કાર્યક્ષેત્રમાં જાગૃત કરી કેન્સરને અટકાવવા માટે સહાયરૂપ બને એ કાર્યક્રમનો હેતુ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application