રોહિત સમાજની શૈક્ષણિક સંસ્થા અન્ય સમાજના ગરીબ- જરૂરીયાતમંદ બાળકો માટે પણ ઉપયોગી શ્રી સુરત- વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્ટન-U.K. મૂળ,પૂણા)ના પ્રમુખપદે અને વલસાડ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અને લીલાપોરના માજી સરપંચના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ ક્યારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્થા અન્ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. મંડળના પ્રમુખ રાજેન્દ્ર એમ.સોલંકીએ આ સંસ્થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્યો હતો. આ સમારોહમાં રૂ.૫ લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500