વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા આરતી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા કંપનીમાં કામ કરતા કામદારોને સુરક્ષા બાબતે વિવિધ સુચનો આપ્યા હતાં. દરેક કામદારોને કામના સમય દરમ્યાન અને બાઈક ચલાવતી વખતે હલેમેટ પહેરવા અને કારમાં સીટ બેલ્ટ પહરેવા માટે ખાસ સુચના આપી હતી. તેમજ પરિવારના સભ્યોને પણ આ બાબતે સજાગ રાખવા જણાવ્યું હતું. જેથી અકસ્માત સમયે બચાવ થઈ શકે. કંપનીના કામદારોને જિલ્લા પોલીસ વડાના હાથે બાઇક હેલમેટ અને સાયકલ હલમેટનું વિતરણ કરાયુ હતુ. જિલ્લા પોલીસ વડા દ્વારા કંપનીના પ્લાન્ટની અને કંપનીમાં કામદારોની સારવાર માટે બનાવલે મીની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તથા ડોકટર અને સ્ટાફ સાથે સારવાર બાબતે ચર્ચા કરી હતી. વાપી ડીવાયએસપી, જીઆઇડીસી પી.આઇ. હાજર રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application