Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ કોર્ટે અકસ્માત નુકસાનીના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો, વિગતે જાણો

  • March 08, 2023 

વલસાડ કોર્ટે અકસ્માત નુકસાનીના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વલસાડની કોર્ટે અકસ્માતના કેસમાં 4 કરોડ 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. 32 વર્ષીય હિતેશ ટંડેલનું અકસ્માતમાં મોત થયું હતું અને વળતર મેળવવા માટે મૃતક હિતેશ ટંડેલની પત્નીએ એક્સિડેન્ટલ ટ્રિબ્યુનલ કોર્ટમાં અરજી કરી હતી.


નાની દીકરી શ્રેયાને 14 વર્ષ બાદ વળતર પેટે 4 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવવા હુકમ કરાયો 

જો કે કોરોનામાં હિતેશ ટંડેલની પત્નીનું પણ અવસાન થયું હતું અને તેમની નાનકડી દીકરીએ પિતાની તેમજ માતાની છત્રછાયા ગુમાવી હતી. જેથી 12 વર્ષની નાની દીકરી શ્રેયાને 14 વર્ષ બાદ વળતર પેટે 4 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવવા હુકમ કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application