નાનાપોંઢા પોલીસની ટીમ વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પાનસ નિશાળ ફળિયામાં કમલેશ ચંદુ દલવાડીયા (રહે.વાપી) તેની વાડીમાં આવેલ ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવાનો અડ્ડો ચલાવે છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યાં હાજર મહિલા અરૂણા જીવલે કેંગ (રહે.મુળ ચોંઢા ગામ, નિચલુ ફળિયુ, વાંસદા) ની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, ફાર્મ હાઉસના માલિક કમલેશ ચંદુ દલવાડીયાની વાડીમાં તે નોકરી કરે છે.
બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સવલતો પુરી પાડી મહિલાને દેખરેખ માટે તેમજ જુગારીયાને ચા-પાણીની વ્યવસ્થા માટે રાખ્યો છે. જેથી પોલીસે ફાર્મ હાઉસમાં આવેલ મકાનમાં રેઇડ કરી અંદર હારજીતનો જુગાર રમતા 7 ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી રોકડા 41,900 અને 6 મોબાઇલ કિંમત 75,000 તથા 3 બાઇક કિંમત 75,000 મળી કુલ 1,91,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે જુગાર રમતા જેશારામા આહીર (રહે.વાલીયા ફળિયું, અબ્રામા), મુકેશ વલ્લભ મેનપરા (રહે. રામરત્ન સોસાયટી, ધરમપુર રોડ), દિપક ધીરજલાલ સોજીત્રા (રહે.અવધુત નગરધરમપુર), જયેશ ગોકળ ફળદુ (રહે.વશીયર, વલસાડ), મહેશ કાળુ કાછડીયા (રહે.સર્વમંગલ સોસાયટી, ચીખલી), જયેશ પરસોત્તમ કટારીયા (રહે.પંચવટી એપાર્ટમેન્ટ, પારડી), અરવિંદ મનસુખ જીવાણી (રહે.ખુંધ ચીખલી) અને અરૂણાબેન જીવલે કેંગ (રહે.કપરાડા)ને ઝડપી પાડી ફાર્મ હાઉસનો માલિક કમલેશ દલવાડીયા (રહે. વાપી) ટાઉનને વોન્ટેડ જાહેર કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500