વલસાડના અબ્રામામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા નૈમિષાબેન મિતેશકુમાર રાણા પારડી તાલુકાના સુખલાવ, વેલપરવા અને આમળી ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે. નૈમિષાબેન મોપેડ ઉપર પારડીના આમળી ખાતે ફરજ બજાવવા અપડાઉન કરતા હતા જેથી ગતરોજ સવારે 10 વાગ્યે તેઓ મોપેડ લઇને આમળી પંચાયત ગયા હતા અને ત્યાંથી ફરજ પૂર્ણ કરીને બપોરે વલસાડ આવવા નીકળ્યા હતા. તે દરમિયાન બપોરે 2.30 વાગ્યાના સુમારે વલસાડ હાઇવે ઉપર સુગર ફેકટરી પાસેથી પસાર થઇ રહ્યા હતા તે સમયે સુગર ફેકટરીના ઓવરબ્રિજ ઉતરતા છેડે વાપીથી સુરત જતાં રોડ ઉપર પૂરઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે નૈમિષાબેનની મોપેડને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
જયારે તે સમય દરમિયાન વલસાડ આરટીઓ કચેરીના અધિકારીઓ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, જેમણે ગંભીર હાલતમાં નૈમિષાબેનને જોતાં તાત્કાલિક 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત નૈમિષાબેનને વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરાતા ડોક્ટરે તેમને ચેક કરી મૃત જાહેર કર્યા હતા. વલસાડના અબ્રામાના રહીશ અને પારડી તાલુકાના યુવા મહિલા તલાટીના અકસ્માત મૃત્યુની જાણ થતાં જિલ્લાના તલાટીઓ અને પંચાયત કર્મચારી પરિવારમા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પારડી તાલુકાના અઘિકારીઓ અને જિલ્લાના તલાટીઓ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા. જોકે આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application