વલસાડ રૂરલ પી.એસ.આઈ., જી.આઈ.રાઠોડ તેમજ તેમનો સ્ટાફ સાથે અતુલ ફર્સ્ટગેટ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતા. તે સમયે ત્યાંથી પસાર થતી ટાટા ટીયાગો કાર નંબર જીજે/23/બીડી/8535ને અટકાવીને તપાસ કરતા કારમાંથી પ્લાસ્ટીકના 22 બોક્ષ માંથી 9.261 કિલો-ગ્રામના વજનના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા જેની કીંમત રૂપિયા 4,33,400/- હતી.
પોલીસે કાર ચાલક ગીરીશકુમાર ઈશ્વરભાઈ પટેલ(રહે.ચોરા-પાસે,પણસોરા,તા.ઉમરેઠ) તથા વિવેકકુમાર અલ્પેશકુમાર પટેલ(રહે.કોસાર ગામ,આનંદ) પાસેથી ઘરેણાંના બિલોની માંગણી કરી હતી. બંને જણાએ મોબઈલના વોટ્સએપમાં આવેલા બિલો બતાવ્યા હતા. જેને અમાન્ય ગણાવીને પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી હતી તેમજ ઘરેણાં, કાર, મોબઈલ મળી કુલ રૂપિયા 6,38,400/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવની જાણ થતા શોરૂમના માલિકે ચાંદીના ઘરેણાંના બિલ પોલીસ સમક્ષ રાજુ કરી દેતા, પોલીસે તેને આધારે તપાસ હાધ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500