Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ચાલકને બચાવવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવનાર ટ્રક ચાલકનું અકસ્માત સર્જાતા મોત

  • October 30, 2021 

મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાના સતારા ખાતે ગુરુદેવ સંસ્કૃતિ કોલોની ખાતે રહેતા રાજેન્દ્ર શિવમય ગાગુર્ડ (ઉ.વ.45) જે ન્યુ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર એમએચ/આર/8334માં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય અમદાવાદથી ભીંવડી ટ્રંક લઈ જઈ રહ્યા હતાં.

 

 

 

 

 

 

તે દરમિયાન ઉદવાડા હાઇવે પર રામદેવ ઢાબા પાસે એક અજાણ્યો મોટર સાયકલ સવારે રોડ ક્રોસિંગ કરતા ટ્રક ચાલક રાજેન્દ્રએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સામેના મુંબઈથી અમદાવાદ જવાના ટ્રેક પર પહોંચી સામેથી આવી રહેલ ટ્રેલર નંબર કેએ/01/એકે/0434 સાથે અથડાતા ડ્રાઈવર રાજેન્દ્ર શિવમન ગાંગુર્ડ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ક્લિનર વિલાશને ઇજા થતાં તેને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. પારડી પોલીસે આ અકસ્માતની જાણ નાસિક ખાતે રહેતા મૃતક ડ્રાઈવર રાજેન્દ્રના ભત્રીજા પ્રવિણભાઈ દાદાજી ગાંગુર્ડને જાણ કરતા તે અહી આવી ગયા હતા. બનાવ અંગે પારડી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application