વલસાડ જિલ્લાનો સુપ્રસિદ્ધ તિથલ બીચ કોરોના મહામારીના કારણે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના સંક્રમણ ઘટતા કેટલા નિયમોના અધીન જાહેર રજાઓના દિવસો સિવાયના દિવસોમાં તિથલ બીચ ખુલ્લો મુક્યો હતો. જાહેર રજાઓમાં વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં ભીડ થતી હોવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા તિથલ બીચ રજાના દિવસોમાં બંધ રાખવામાં આવ્યો હતો. બીચ ઉપર આવેલા સ્ટોલ ધારકોની હાલત કફોડી થતા તિથલ ગામના સરપંચ સ્થાનિક અગ્રણીઓ તથ્ય સ્ટોલ ધારકો દ્રારા જિલ્લા કલેકટરને જાહેર રજાના દિવસોમાં બીચ શરૂ કરવાની રજુઆત કરાઈ હતી જેથી બીચ ઉપર આવેલ સ્ટોલ ધારકોનું જીવન ગુજરાન સ્ટોલ ઉપરજ ચાલતું હોય છે અને રજાના દિવસોમાં સહેલાણીઓ દૂર દૂરથી આવતા હોવાના કારણે સ્ટોલની સારી આજીવિકા મળતી હોય છે જેથી ગામના અગ્રણીઓ દ્રારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જિલ્લા કલેક્ટર દ્રારા તમામ લોકોની રજુઆત માન્ય રાખી કોવિડ-19ના નિયમો મુજબ જિલ્લાનો સુપ્રસિદ્ધ બીચ સહેલાણીઓ માટે હવે રજાના દિવસોમાં ખુલ્લો રહેશે અને રજાના દિવસોમાં સહેલાણીઓ તિથલ બીચની મજા માણી શકશે.
પરંતુ બીચ ઉપર આવતા તમામ લોકોએ વેકશીનેસ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે અને બીચ ઉપર આવેલ તમામ સ્ટોલ ઉપર પાર્સલ આપવાનું રહશે અને તમામ લોકોએ કોવિડના નિયમોનું પાલન પણ ફરજીયાત પણે કરવાનું રહશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application