ધરમપુરમાં આવેલ પૌરાણિક કાળા રામજી મંદિરમાંથી દાનપેટીની ચોરી કરનાર ઈસમને પોલીસે સીસીટીવી તથા હ્યુમન ઈન્ટેલીજન્સીનાં મદદથી ઝડપી પાડ્યો હતો.
ધરમપુરમાં આવેલ ઐતિહાસિક કાળા રામજી મંદિરમાં રાત્રીનાં સમયે અંદર મુકેલી દાનપેટી લઈ જતા ચોરીની ફરિયાદ ધરમપુર પોલીસ સ્ટેશને નોંધાવી હતી. ત્યારબાદ પ્રાચીન મંદિરમાંથી ચોરી કરનાર ઈસમને ઝડપી પાડવા માટે ધરમપુર પી.એસ.આઈ. એ.કે.દેસાઈ એ તેમના સ્ટાફ સાથે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સીની મદદથી ચોરી કરનાર 38 વર્ષીય આરોપી મિતુલ ગોસ્વામીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application