નાસિક નાનાપોંઢા નેશનલ હાઈવે ઉપરથી જતી ટ્રક, જે કાપડલાઈનમાં વપરાતા રોલને નાસિકથી ભરીને વાપી ખાતે લઈ જતી આ ટ્રક નંબર એમએચ/04/એફટી/4305ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ ચાલતી સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/15/એઆર/2998ને ટક્કર મારી હતી. આ સાથે ટ્રકના ચાલક પણ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ટ્રક તરત જ ઉંઘી વળી ગઈ હતી.
આ ઉંધી વળી ગયેલી ટ્રકના નીચે બાઈક સાથે તેનો ચાલક પણ દબાઈ ગયો હતો. આ અકસ્માતમાં કપરાડાના ઘોટણ ગામના ચૌધરી ફળિયાના રહેવાશી કાશીનાથ માહદુભાઈ બારિયાને માથા તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
નાનાપોંઢા પોલીસે અકસ્માતમાં મરણ પામેલ કાશીનાથના મૃતદેહને નાનાપોંઢા સરકારી દવાખાનામાં પી.એમ. કરાવ્યા બાદ તેના પરિવારજનોને દેહ સોંપી દીધો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ જમાદાર મનોજભાઈ એ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500