વલસાડના માલવણ ગામના આગર ફળિયામાં રહેતા રમેશભાઈ નાગરભાઈ પટેલ ખેતી કરવા ઉપરાંત અનાજ દળવાની ઘંટી ચલાવે છે. રમેશભાઈ તેમણી પત્ની કોકિલાબેન સાથે રહે છે અને તેમનો પુત્ર પ્રફુલ પટેલ (ઉ.વ.32) જે સુરતના ભેસ્તાના વિસ્તારમાં આવેલ ટેકસટાઈલ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો અને પ્રફુલની પત્ની તેમની 3 વર્ષની પુત્રી સાથે રહેતી હતી તેથી દંપતી વચ્ચે માતા-પિતા સાથેથી અલગ રહેવા બાબતે છેલ્લા કેટલાક દિવસથી તકરાર ચાલતી હતી. પ્રફુલ તેના ખેતરમાં ગયો હતો તે સમય દરમિયાન પત્ની પ્રિયંકા છતની હુક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો ત્યાંથી પરત ફરતા પ્રફૂલે આવી જોયું તો નો મૃતદેહ લટકતો જોઈ નાયલોનની દોરી કાપી પત્નીની લાશને નીચે ઉતારી લીધી હતી અને ત્યારબાદ પ્રફૂલે પણ છતની હુક વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટના અંગે મૃતકના પિતા રમેશભાઈ પટેલે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application