નાનાપોંઢા રેન્જ ફોરેસ્ટ વિભાગે નાનાપોંઢાથી પાનસ તરફ જતી મારુતિ વાનમાં ગેર-કાયદેસર રીતે હેરાફેરી કરાઈ રહેલા રૂપિયા 12,000/-થી વધુની કીંમતના ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
નાનાપોંઢા વન વિભાગના આર.એફ.ઓ. અભીજીતસિંગ રાઠોડને મારુતિ વાન નંબર જીજે/05/જેડી/6023માં ખેરનાં લાકડાનો જથ્થો ભરીને, સરકારી દવાખાન થઈ પાનસ, ખુંટલી તરફ જનાર હોવાની મળેલી બાતમી ના આધારે, વન વિભાગે નાનાપોંઢા સી.એચ.સી. હોસ્પિટલ પાસે ગોઠવેલી વોચ દરમિયાન આવી પહોંચેલી બાતમીવાળા વાનનો પીછો શરુ કર્યો હતો. કાર ચાલકે વાનને પાનસ ગામના વાંગણ ફળિયા તરફ હંકારી મૂકી હતી. બાદમાં વાન ત્યાં મૂકી ફરાર થઈ ગયો હતો, જે બાદ વન વિભાગે વાનમાં તપાસ કરતા અંદરથી ૦.681 ઘનમીટરની પહોળાઈ ધરાવતા ખેરના લાકડાનો જથ્થો કીંમત રૂપિયા 12,934/- મળી આવ્યો હતો. વન વિભાગે લાકડાનો જથ્થો અને વાન મળી કુલ રૂપિયા 62,934/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500