Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોની અડફેટે આવતા રિક્ષા ચાલકની હાલત ગંભીર

  • January 31, 2021 

પારડી તાલુકાના ઓરવાડ ગામે રામદેવ હોટલની સામે એક આઈસર ટેમ્પોના ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ચાલકને માથાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને અકસ્માત સર્જી ટેમ્પો ચાલક નાસી છુટ્યો હતો.

 

 

પારડી તાલુકાના ઓરવાડ ગામે નેશનલ હાઈવે નંબર-48 પર હોટલ રામદેવ સામે પારડીથી વાપી તરફ જઈ રહેલી રિક્ષા નંબર જીજે/15/એયુ/3228ને હાઈવે ઉપર આવતા કટમાંથી સામેની ટ્રેક ઉપરથી આવેલા ટેમ્પો નંબર ડીએન/૦/ઓક્યું/9951ના ચાલકે ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલક ઈનાયતઅલી હજરતઅલી સૈયદ(ઉ.વ.30)ને માથાના તથા જમાણા હાથના ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ તેમને વલસાડ કસ્તુરબા હોસ્પીટલમાં દાખલ કરાતા ત્યાં ખભામાં ફેકચર હોવાનું નિદાન થયું હતું જ્યારે બીજી તરફ ટેમ્પો ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો.

 

 

આ ઘટના અંગે ટેમ્પો ચાલક વિરુદ્દ પારડી પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ ઠાકરે એ હાથ ધરી હતી.    

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application