Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોની અડફેટે આવતા બાઈક ચાલક યુવકનું મોત

  • October 16, 2021 

વલસાડના પારડી તાલુકાના પરીયા-ઉદવાડા માર્ગ ઉપર ગતરોજ કપરાડાના એક યુવકને નાનાપોંઢાથી બાઈકનો હપ્તો ભરીને વાપી નોકરી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન પરિયા ગામના તળાવ પાસે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતો આઇસર ટેમ્પો નંબર. જીજે/15/વાયવાય/5860ના ચાલક હિરેન હસમુખ પટેલે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં બાઈક નંબર. જીજે//15/ડીએન/3058 પર સવાર દશરથ રવજીભાઈ થાળકરની બાઇકને અડફેટે લેતા બાઈક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવી ટેમ્પા ચાલકને પકડી પારડી પોલીસ મથકે લઇ આવ્યા હતા. આમ, પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application