Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મર્ડરના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો આરોપી પારડીથી ઝડપાયો

  • October 12, 2021 

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ ફોર્લો સ્કોડના પી.એસ.આઈ આર.બી.વનાર તેમની ટીમ સાથે પારડી વિસ્તારમા પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે, પારડી કંસારવાડ આશિયાના એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-103માં રેડ કરી સ્થળ ઉપરથી આરોપી મુસ્તુફા તાહિરઅલી લાઈટવાલા દાઉદીવોરાને ઝડપી લીધો હતો. જે આરોપી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મર્ડરના ગુન્હામાં આજીવન કેદની સજા કાપતો હતો. પરંતુ જે વર્ષ 2015માં 12 દિવસની ફર્લો રજા લઈ બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે પેરોલ જમ્પ કરી નાસી ગયો હતો અને છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હતો જેને વલસાડ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ પારડી પોલીસને સોંપતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application