પારડી નેશનલ હાઈવે નંબર-48 ઉપર ગતરોજ વહેલી સવારે વાપીથી વલસાડ તરફ જતા હાઇવેની રેલિંગ તોડી ભાજપ કાર્યાલયની બાજુમાં ડમ્પર ચાલકે ગરેજમાં મુકેલી કાર ભુક્કો બોલાવ્યો હતો. તેમજ સર્વિસ રોડ પર જતી અન્ય એક રિક્ષાને અડફેટેમાં લીધી હતી. સદનસીબે સવારના સમયે વાહનોની અવર જવર ઓછી હોવાને લીધે મોટી દુર્ઘટના થતા બચી જવા પામી હતી. પારડી હાઇવે પર ડમ્પર નંબર જીજે/21/ડબ્લ્યુ/3106ના ચાલક પૂરઝડપે ગફલતભરી રીતે વાહન હંકારી હાઇવે રેલિંગ તોડી રીક્ષા નંબર જીજે/15/એક્સએક્સ/2240ને ટક્કર મારી શ્રી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા ગરેજમાં મુકેલી કારનો ભુક્કો બોલાવ્યો હતો. ડમ્પરે બે વાહનોને નુકશાન કરતા સેન્ટરો કારને ભારે નુકશાન થયું હતું. બનાવ અંગે પોલીસને ઘટના ની જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application