Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે દરિયા કિનારેનાં બોટ માંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો, 9 વોન્ટેડ

  • October 24, 2021 

વલસાડના ડુંગરી પોલીસ સ્ટાફના માણસોએ કકવાડી મેથીયા ફળીયા દરિયાની ખાડીના કિનારેથી બોટ મારફતે દારૂનો જથ્થો લાવી દરિયા કિનારે ખાલી કરી કાર મારફતે વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂનો જથ્થો ઠાલવવાનો હોવાની બાતમી મળી હતી. જેથી ડુંગરી પોલીસે બાતમીના આધારે, તાત્કાલિક કકવાડી મેથીયા ફળીયા દરિયાની ખાડી પાસે રેડ કરી હતી. જે દરમિયાન દરિયા કિનારે કેટલાક ઈસમો કારમાં દારૂનો જથ્થો ભરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. પોલીસને આવતા જોઈને બુટલેગરો દારૂનો જથ્થો અને કાર મૂકી ભાગી ગયા હતા.

 

 

 

 

 

 

પરંતુ પોલીસે પીછો કરીને એક ઇસમને ઝડપી પાડ્યો હતો. આમ, ડુંગરી પોલીસે એક કાર અને દારૂની કુલ નંગ 2136 બોટલનો જથ્થો ઝડપી પાડી પાર્થ દિનેશ પટેલની ધરપકડ કરી દારૂની બોટલો અને કાર મળી કુલ રૂપિયા 6.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડુંગરી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી, જયારે પોલીસને જોઈને ભાગી છુટેલા 9 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application