વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાની ચાલુ ટર્મ પૂર્ણ થવાની હોવાથી નવી ટર્મની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જેમાં વાપી નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારો તા.13 નવેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. જયારે ગતરોજ સાંજે ચૂંટણી જાહેર થતાની સાથે વાપી શહેર ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય બહાર ચૂંટણીના ઇચ્છુક ઉમેદવારો દ્વારા નગરપાલિકાની બેઠક ઉપર પોતાની દાવેદારી નોંધાવવા માટેની કામગીરી હાથ ધરી હતી.
વાપીમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇચ્છુક ઉમેદવારોની દોડધામ વધી ગઈ છે. ઉમેદવારો દ્વારા ટિકિટ મેળવવા એડીથી ચોટી સુધીનું જોર લગાવાઈ રહ્યું છે. પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, તા.28 નવેમ્બરે ચુંટણી યોજાયા બાદ તા.30 નવેમ્બરે મત ગણતરીની પ્રકિયા હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application