Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમીએ ધારદાર વસ્તુથી પ્રેમિકાને કરી લોહી લુહાણ, સારવાર દમિયાન 15 ટાંકા

  • January 29, 2021 

કપરાડા તાલુકાના આંબાજંગલ ગામે રહેતા બે જુદી જુદી જ્ઞાતિ ના યુવક યુવતી વચ્ચે બંધાયેલા પ્રેમ-સંબંધ બંને પરિવારને મંજુર ન હોવાથી સમાધાન મળેલ બેઠકમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ ધારદાર વસ્તુથી પ્રેમિકાના હાથ તથા જાંઘના ભાગે ઈજા કરીને લોહી લુહાન કરી દેતા યુવતીને 108માં કપરાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

 

 

 

કપરાડાના આંબાજંગલ ગામે 48 વર્ષીય ખેડૂત બાબુભાઈની પુત્રી વનીતા(નામ બદલેલ છે)ને ધોડીપાડા ગામમાં રહેતો નીતિન રાજુભાઈ માહલા નામના યુવાન સાથે છેલ્લા આઠેક માસથી પ્રેમ-સંબંધ ચાલતો હતો. જે અંગેની જાણ થતા બંનેના પરિવારે અલગ-અલગ જ્ઞાતિ હોવાથી તેમના પ્રેમનો વિરોધ કર્યો હતો. જે બાબતને લઈને સમાધાન માટે બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં વનિતાના પિતાએ નીતિનના પિતાને કહ્યું હતું કે, તમે તમારા છોકરાને સમજાવો અને હું મારી છોકરીને સમજાવીશ તેમ કહેતા અચાનક ઉશ્કેરાયેલા પ્રેમી નીતિન પ્રેમિકાના પિતાને ગમેતેમ બોલવા લાગ્યો હતો. જેથી વનિતાએ પ્રેમીનો કોલર પકડી લેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાબતથી ઉશ્કેરાયેલા નીતિનએ તેના મોઢામાંથી કોઈ ધારદાર વસ્તુ કાઢીને વનિતાના ડાબા હાથ તથા જાંઘના ભાગે ઘા કરતા વનિતા લોહી લુહાણ થઈ ગઈ હતી. વનિતાને તુરંત 108માં કપરાડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેના હાથ અને જાંઘના ભાગે મળીને કુલ 15 ટાંકા આવ્યા હતા.

 

 

 

ત્યારબાદ વનિતાને વધુ સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જે અંગે વનિતાના પિતા બાબુભાઈના ફરિયાદના આધારે કપરાડા પોલીસે નીતિન માહલા વિરુદ્દ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application