વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હજુ પણ પુરતી મેડિકલ સુવિધાના કારણે દર્દીઓને સ્પષ્ટ આરોગ્ય નિદાન માટે મૂંઝવણ ઊભી થતી હોય છે, જેને લઇ નાડકર્ણી મેડિકલ ફાઉન્ડેશન દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવી રહ્યાં છે. ગત તા.10મી ઓકટોબરે નવાપુર રોડ આહવા ખાતે ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અને ફ્રી વંધત્વ કેમ્પ યોજાયો હતો. ડાંગ જિલ્લાના 100 વધુ દર્દીમાંથી 10 લોકોને મોઢાનું કેન્સર ડિટેકટ થયું હતુ. વાપી-પારડીના કેન્સરના નિષ્ણાત ડો.અક્ષય નાડકર્ણીએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં કેન્સરના રોગનું પ્રમાણ ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા ફી કેન્સર કેમ્પો થઇ રહ્યાં છે. આહવાના કેમ્પમાં એકી સાથે 10 લોકોને મોઢાના કેન્સરનો રિપોર્ટ આવ્યો છે. તમાકુ જેવા વ્યસનોના કારણે મોઢાના કેન્સરના દર્દીઓ વધી રહ્યાં છે જેથી જાગૃતિના અભાવે કેન્સરનો ભોગ બની રહ્યાં છે. આ 10 દર્દીઓને મા અમૃતમ યોજના હેઠળ ફ્રી ઓપરેશન કરાશે તેમજ વ્યસન કરતાં લોકોમાં વ્યાસન છોડવું અને તેનાથી તથા નુકશાન વિષે જાગૃતિ લાવવી ખુબ જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application