પારડી પોલીસ ખડકી ગામ માંથી પસાર થતા હાઈવે ઉપર હોટલ રેજન્ટા સામે વોચ ગોઠવી મુંબઈ તરફ આવતી એક ટ્રક નંબર જીજે/01/ડીઝેડ/3811ને રોકી અંદર સવાર ડ્રાઈવર, ક્લીનર તથા અન્ય બે ઈસમો ને નીચે ઉતારી ટ્રકમાં તપાસ હાથ ધરતા ટ્રકમાં લાકડાનું પાર્ટીશન દેખાતું હતું. તેથી પોલીસે ખોલીને જોતા અંદર દબાઈને ભરેલ ઘેટા બકરા મળી આવ્યા હતા તેમજ ઘેટા બકરા માટે ઘાસ ચારાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
આ ઘેટા બકરા ગણતા તેમાં 3 મૃત હાલતમાં મળી આવ્યા હતા થતા 183 જીવતા ઘેટા-બકરા હતા જેનું વહન કરવા માટે સક્ષમ અધિકારીની પાસ પરમીટ ન મળતા પારડી પોલીસે આ ગેરકાયદે ઘેટા-બકરા વહન કરી જતા શ્યામ મોહન રામસિંહ વર્મા, અમૃત મોહન પંચાલ, અઝગર અલી શહીદભાઈ કુરેશી તેમજ સમીર અહેમદ અલી સૈયદ ને ઝડપી પાડી રૂપિયા 3,72,000/- ઘેટા-બકરા તથા 10 લાખનો ટ્રક જપ્ત કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500