વડખાંભા ચીવલ ફળિયાથી ડુંગર ઉપર જતા માર્ગ પર આવેલા ટીસી ઉપર શોર્ટ-સર્કીટ થયા બાદ તણખલા જમીન પર પડેલા સુકા પાંદડા ઉપર પડ્યા હતા. તેથી ડુંગર ઉપર આગ ભડકી ઉઠી હતી. પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ હોવાથી ગણતરીની મીનીટીમાં જ આગ 500 મીટર લંબાઈ સુધી પ્રસરી ગઈ હતી.
આ ઘટનાની જાન વડખાંભા ગામના સામાજિક કાર્યકર નાનાપોંઢા રેન્જનાં અધિકારી અભિજીતસિંગ રાઠોડને કરતા તેમને વનવિભાગના કર્મચારીઓને આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિક રહીશોની મદદથી પ્રયાસ શરૂ કર્યા હતા. ડુંગર ઉપર સાગ લાગી હતી. તે જ વિસ્તારમાં પ્લાન્ટેશન વધારે પ્રમાણમાં હોવાથી સાગ અને વાંસ તથા અન્ય વ્રુક્ષોને પણ આગના કારણે નુકશાન થયું હતું. ડુંગર ઉપર જીવંત તારમાં સર્જાતી ખામીને કારણે ડુંગર ઉપર આગ લાગવાની ઘટના બનતી હોવાનું સ્થાનિક રહીશોને વનવિભાગને જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application