Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિનવારસી કાર માંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો

  • February 14, 2021 

વલસાડ જીલ્લામાંથી નશાનો કારોબર ઝડપી પાડવામાં આવ્યો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવાર-નવાર ગાંજો, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે.

 

 

 

વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં બિનવારસી કાર અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરતા કારમાં માંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. કારમાં રાખેલા થેલા અને ડ્રમમાં 36 કિલોગ્રામ એટલે કે અંદાજિત 3 લાખ જેટલો ગાંજો પોલીસે જપ્ત કર્યો હતો.

 

 

 

આ ઘટનાને ગંભીરતાથી લઇ કાર અને ગાંજાને કબજે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. પોલીસે બિનવારસી ગાંજો મૂકી જનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી અને આ કાર કોની છે, ગાંજો અહીંયા કેવી રીતે આવ્યો, અને ગાંજાના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે, તે તમામ બાબતે પોલીસએ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application