સેલવાસ-નરોલી રોડ પર ભિલાડ તરફ જઈ રહેલ સ્કોર્પિયો સામે અચાનક ગાય આવી જતા ગાડી કાબુમા ન રહેતા રસ્તા પરથી પસાર થતા એક કામદાર સાથે અથડાઇ જતા તેનું ગંભીર ઇજાના કારણે તેનું સ્થળ પર મોત થયું હતુ.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વનવિભાગના અધિકારીની સ્કોર્પિયો જીપ નંબર ડીડી/03/વાય/0015 લઇ વાપી રેલ્વે સ્ટેશન પર જઈ રહી હતી. તે સમયે નરોલી રોડ જુના કટારીયા શોરૂમ નજીક અચાનક ગાય આવી જતા ડ્રાઇવરે જોરમાં બ્રેક મારતા કંટ્રોલ ન રહેતા જીપ આખી જગ્યા પર વિરુદ્ધ સાઈડ પર ફરી ગઇ હતી અને નજીકમાં ગટરલાઇનમાં ફસાઈ ગઇ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક કંપનીમાં કામ કરતો કામદાર સુજીતકુમાર (ઉ.વ.27, રહે.અથાલ) ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને ટક્કર લાગતા ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ અને વનવિભાગના અધિકારીઓ પહોચી ગયા હતા. આમ, સેલવાસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application