ધરમપુર તાલુકાના પાંડવખડક ગામના ચિકારપાડા ફળિયામાં રહેતા ભરત ચંદ્રાભાઈ પાડવી(ઉ.વ.22) અને બીસ્તુભાઈ મંગળભાઈ રાઉત બંને તેમના મિત્રની બાઈક નંબર જીજે/15/બીકે/0230 લઈને કામ અર્થે મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાથી ઘરે પરત આવતા સમયે બંને યુવકઓ ગડી ગામના મુળગામ ફળિયા ધરમપુર બીલ્ધા જતા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે સમય દરમિયાન નાળાની કામગીરી ચાલી રહેલી હોવાથી આગળ રાખેલા માટીના બમ્પ પાસેથી પસાર થતી વેળાએ બાઈક ચાલક બીસ્તુભાઈ એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા બંને યુવકઓ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈક-સવાર બંને યુવક ઓને ગંભીર ઈજા થઈ હતી.
ત્યારબાદ બંને યુવક ઓને સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાય હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ ભરત પાડવીને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના ભાઈ જયંતિભાઈ પાડવીએ ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500