Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતા રાહદારીનું મોત

  • January 27, 2021 

ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતેના નરોલી ઓવરબ્રીજ પાસે મુંબઈથી વાપી તરફ જતા હાઈવે ઉપર રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું.

 

 

આ યુવાને ગુલાબી કલરનું હાફ બાઈનું ટી-શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. વાહને તેને અડફેટે લેતા માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી અજાણ્યો વાહન ચાલક ભાગી છુટ્યો હતો. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરમાન ખાનએ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્દ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application