Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : એક અજાણ્યો જબરદસ્તી બે બાળકોને બાઈક પર બેસાડી ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાયો, પોલીસ તપાસ શરૂ

  • September 04, 2023 

વલસાડના અબ્રામા વાલીયા ફળીયા વિસ્તરમાં આવેલ વાડી પાસે રમી રહેલા બે બાળકોને એક અજાણ્યા યુવક દ્વારા જબરદસ્તી બાળકો બેસાડી ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકો લઈને ભાગી રહેલા યુવકની બાઈક સ્લીપ થતા સ્થાનિક મહિલાએ જોઈ જતા બુમાબુમ કરતા યુવકે બાળક ઉપાડી જનાર યુવકને ઝડપી સીટી પોલીસના હવાલે કર્યો હતો. ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, વલસાડના અબ્રામા વાલિયા ફળિયામાં રહેતા બાળકો નજીકમાં આવેલ વાડી પાસે રમી રહ્યા હતા જે દરમિયાન, એક બાઈક ચાલક યુવક બે બાળકોને જબરદસ્તી પોતાની બાઈકમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો.



જે દરમિયાન વાલીયા ફળિયાથી હાઇવે તરફ જતા રોડ ઉપર બાઈક ચાલકની બાઈક સ્લીપ થઈ હતી અને એક એક મહિલાએ બે બાળકો સાથે અજાણ્યા ઈસમને જોઈ, કંઈ અજુગતું લાગતા બૂમો મારી આજુબાજુમાં રહેતા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને લઈ ભાગી રહેલા અજાણ્યા ઈસમને ઝડપી, મેથીપાક ચખાડ્યો હતો અને બનાવની જાણ વલસાડ સીટી પોલીસને કરવામાં આવી હતી. વલસાડ સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાળક ચોરી જનારનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ સીટી પોલીસ મથકે FIR નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application