Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડા મળી આવતાં કાર્યવાહી કરાઈ

  • November 12, 2021 

કપરાડા તાલુકાનાં નાનાપોઢા વન વિભાગનાં અધિકારીને મળેલ બાતમીનાં આધારે ચીવલ મરીમાતા પાસેથી સોલેલા ખેર ક્વોલિશ કારમાં ખેરના લાકડા ભરી પસાર થનાર છે જે બાતમીના આધારે, વન વિભાગનાં અધિકારી તથા તેમનો સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી તે સમય દરમિયાન મરીમાતાથી નાનાપોઢા તરફ જવાના માર્ગ ઉપર ક્વોલિશ કાર નંબર જીજે/09/એમ/7191 આવતા જોઈ તેને રોકવાની કોશિશ કરી હતી. જોકે કાર ચાલક વન વિભાગનાં અધિકારીને ઓળખી જતા ચાલકે કારને હંકારી ભાગનાવી કોશિશ કરી હતી અને થોડે દૂર જઈ કાર ચાલક અંધારાનો લાભ લઈ કાર મુકી ફરાર થઈ ગયો હતો.

 

 

 

 

 

ત્યારબાદ વન વિભાગનાં અધિકારીએ કારમાં તપાસ કરતા અંદર ગેરકાયદે સોલેલા ખેરના લાકડાં મળી આવ્યા હતા. આમ, ખેર ભરેલી કારને રેંજમાં લાવી કબ્જો લઈ ખેરનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ખેરના લાકડાં નંગ 47 જેની કિંમત 20,944/- અને ક્વોલિશ કાર જેની કીંમત રૂપિયા 50 હજાર હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application