નાનાપોંઢાનાં મોટી વહીયાળ ગામે શિડ્યુલ-1માં સમાવિષ્ટ દીપડાનાં બે પંજા વેચવા નીકળેલા ઈસમોને ડબ્લ્યુ.સી.સી.બી., ગુજરાત પાણી ક્રૂરતા નિવારણ સંસ્થા તથા નાનાપોંઢા આર.એફ.ઓ. સહિતની ટીમે ડમી ગ્રાહક મોકલીને વન્ય પ્રાણીના અંગ સાથે રંગેહાથ ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાનાપોંઢા રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડબ્લ્યુ.સી.સી.બી. તથા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલી બાતમીનાં આધારે કપરાડાના મોટી વહીયાળ ગામના ખાંભલા ફળિયામાં રહેતા રાયસિંગ ભાણા સાયરાનાં ઘરે છાપો મારવામાં આવ્યો હતો.
તે સમયે રાયસિંગ પાસેથી દીપડાનાં પંજા મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું કે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના ચિંચપાડા ગામે રહેતા ચંદર બનસુ કબજે લેવાયેલા દીપડાનાં પગ અને પકડાયેલા આરોપીઓ તસવીરમાં નજરે પડે છે. સેવરેએ દીપડાના બે પગ વેચવા માટે કપરાડાના મોટી વહીયાળ ગામના રાયસિંગ સાયરાનો સંપર્ક કર્યો હતો. તેથી તેણે ચંદરને દીપડાના બંને પગ લઈને મોટી વહીયાળ બોલાવ્યો હતો.
બંને સાથે મળીને દીપડાના પંજા ઊંચી કિંમતે વેચવાની તૈયારીમાં જ હતા, ત્યાં બંને જણા ઝડપાઈ ગયા હતા. નાનાપોંઢા આર.એફ.ઓ.નાં જણાવ્યાનુસાર પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા હાલ ધરમપુર સબજેલમાં મોકલી આપવાનો હુકમ થયો છે. આરોપી દીપડાના અંગો ક્યાંથી લાવ્યો? એ દીપડાનું શરીર ક્યાં છે? કેટલા આરોપી આ કૌભાંડમાં સામેલ છે? અગાઉ વન્ય પ્રાણીને મારીને વેચ્યા છે કે કેમ? તે તમામ પાસાંઓની તપાસ હાથ ધરાશે. વધુમાં આ ઘટના અંગે નાનાપોંઢા રેન્જ મહારાષ્ટ્ર રેન્જને પણ લેખિત રજૂઆત કરશે તેમ આર.એફ.ઓ. ઉમેર્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500