વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનાં સેલવાસ-ભીલાડ રોડ પર ભીલાડ તરફથી સેલવાસ જઈ રહેલા એક ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર ચાલક ભીલાડથી કેમિકલ ભરીને સેલવાસ જઈ રહ્યો હતો. તે દરમિયાન કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે ટેન્કરનાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સેલવાસ રોડ વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઇ જતાં કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. તે દરમિયાન ટેન્કરની અડફેટે એક કાર અને બાઈક આવી જતા કુલ 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.
આ અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોની મદદે આવી પહોંચ્યા હતા. તેમજ 108ની મદદ લઈને સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોની સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાવની વિગત એવી છે કે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે ભીલાડ તરફથી કેમિકલ ભરી સેલવાસ તરફ એક ટેન્કર ચાલક જઈ રહ્યો હતો.
તે દરમિયાન ભીલાડ-સેલવાસ રોડ ઉપર આવેલા નરોલી ગામના ઘાપસા ફળીયા પાસે આવેલા ટર્નિંગ પોઇન્ટ પાસે ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્કર રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી મારી ગયું હતું. જોકે ટેન્કર પલ્ટી મારતા ભીલાડ તરફ જતી એક કાર અને બાઈક અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતની ઘટના બનતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીએ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.
જોકે આ અકસ્માતમાં કારમાં સવાર અને બાઇક યુવક મળી કુલ 6થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ મેળવી હતી. 108ની ટીમની મદદ વડે ઇજાગ્રસ્ત લોકોને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ આ મોટી ઘટનાને ધ્યાને લઇ SDPO, જિલ્લા પંચાયત CEO, ખાનવેલ RDC સહિત અધિકારીઓની ટીમ પણ ઇજાગ્રસ્તોની મદદે અને તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
જયારે અકસ્માતમાં કેમિકલ ભરેલુ ટેન્કર હોવાથી સ્થાનિક લોકોએ તકેદારીના ભાગ રૂપે ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી મુખ્ય રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા કેમિકલ ઢોળાયેલા વિસ્તારને ફોમ મારીને રસ્તો સાફ કરાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હોવાથી સ્થાનિલ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500