Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Valsad : કચરાનાં ઢગલામાં અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો

  • October 30, 2022 

વલસાડ શહેરનાં ધોબી તળાવ પશ્ચિમ પાળ વિસ્તારમાં આવેલી સન ગ્રેસ એપાર્ટમેન્ટ પાસે આવેલા કચરાનાં ઢગલામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમની મદદ લઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જયારે આગની સતત બનતી ઘટનાનોને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.




બનાવની વિગત એવી છે કે, વલસાડની માધ્યમ આવેલા ધોબી તળાવ પશ્ચિમ પાળ પાસે આવેલા સન ગ્રેસ એપાર્ટમેન્ટ પાસે આવેલા કચરાનાં ઢગલામાં આજરોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ આગ ભભૂકતાની સાથે સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જયારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવવાનાં પ્રયાસ હાથ ધર્યો હતો. આગ ઉપર કાબુ ન આવતા તાત્કાલિક વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી હતી.




વલસાડ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. વલસાડ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસથી આ કારચના ઢગલા ઉપર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આગની જ્વાળાઓ એટલી ભયાનક હોય છે કે આજુબાજુમાં આવેલા મકાનો પણ આગમાં અસર ગ્રસ્ત બનવાની ભીતિ સ્થાનિક લોકોને સતાવી રહી છે.




જયારે નગર પાલિકા દ્વારા કચરો ઉપાડવાની કામગીરી ન કરતા હોવાથી કોઈ સ્થાનિક લોકોએ આગ લગાવી હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે અથવા તો દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. જેમાં કોઈ રોકેટ કે ફટાકડા સળગતા આવ્યા હોય તેને લીધે પણ આગ લાગી હોવાનું અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application