કપરાડા તાલુકાનાં અંભેટી ગામે એક ખાલી જગ્યાએ બિનવારસી હાલતમાં સાગના લાકડાનો જથ્થો દેખાતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. બનાવ અંગે ફોરેસ્ટ ખાતાને જાણ કરાતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, અંભેટી ખાતે સાદરવેડી ફળિયા સ્થિત એક ખાલી મેદાનમાં રવિવારે રોજ બિનવારસી હાલતમાં સાગના લાકડાનો મોટો જથ્થો ગ્રામજનોને દેખાતા તાત્કાલિક ફોરેસ્ટ ખાતાને જાણ કરી હતી. જોકે નાનાપોંઢા ફોરેસ્ટ ખાતું મંગળવારે સ્થળ ઉપર પહોંચી હતી અને ત્રણથી ચાર ટેમ્પોમાં લાકડાનો જથ્થો ભરીને કચેરીએ લઇ ગઇ હતી. આ જથ્થો ટનમાં હોવાથી તેની ગેરકાયદે હેરાફેરી થઇ રહી હશે તેવું મનાઇ રહ્યું છે અને કોઇ અજાણ્યા ઇસમો દ્વારા આ જથ્થો ગામની ખાલી જગ્યામાં મૂકી ફરાર થઇ જતા હાલ ફોરેસ્ટ ખાતાએ આ મુદ્દામાલ ક્યાંથી ક્યાં લઇ જવાતો હતો તેની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application