Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કન્ટેનર માંથી રૂપિયા 8.90 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

  • November 21, 2021 

પારડી હાઇવ પર એક હોટેલ નજીકથી એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ શનિવારે મળસ્કે વોચ ગોઠવી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડી ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાતમીનાં આધારે, પારડી નેશનલ હાઇવે પર તુલસી હોટલ પાસે વોચ ગોઠવી કન્ટેન્ટર નંબર એનએલ/01/એએ/5974ને આવતા જોઈ અટકાવાનો પ્રયાસ કરતા ચાલકે કન્ટેનર પુરઝડપે હંકારી લઈ ગયો હતો.






જોકે પોલીસે પીછો કરતા થોડે દુર કન્ટેનર ઉભું રાખી ચાલક અને ક્લિનર ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસે કન્ટેનરમાં તલાશી લેતા એસકેએફ ગ્રીસના ખાલી ડબ્બાના બોક્ષ પાછળ સંતાડેલ દારૂની 11064 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 8,90,400/- હતી. આમ, પોલીસે દારૂ અને કન્ટેનર મળી કુલ રૂપિયા 18,90,900/-નો મુદ્દામાલનો કબ્જે કરી પારડી પોલીસને સોંપી ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application