વલસાડના વાંકલ ગામે ખેતરમાં પશુ માટે પહોચેલા આધેડ પર જંગલી ભૂંડએ હુમલો કરતા, ઈજાગ્રસ્ત પામતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વાંકલ ગામના ભેંકલા ફળીયામાં રહેતા રણજીતભાઈ છનાભાઈ પટેલ(ઉ.વ.51)બપોરે ખેતરમાં પશુ માટે ઘાસ ચારો લેવા માટે ગયા હતા. જે દરમિયાન અચાનક આવી પહોચેલા જંગલી ભૂંડએ તેમના પર હુમલો કરી દેતા ગભરાઈ ગયેલા રણજીતભાઈએ બચાવ માટે ભૂંડ સાથે બાથ ભીડી હતી. જીવ બચવવાની લડાઈ બાદ જંગલી ભૂંડ ભાગી ગયો હતો. લડાઈમાં રણજીતભાઈને જમણા હાથની આંગળીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ભૂંડના દાંત બેસી જતા આંગળીમાં બે ટકા આવ્યા હતા તદ્દઉપરાંત તેમને જમના પગમાં જાંઘના ભાગે પણ ઈજા થઈ હતી. જ્યારે બનાવ અંગેની જાણ પરિવારજનોને થતાં ઈજાગ્રસ્ત રણજીતભાઈને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application