ʻસુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારતʼ માન.વડાપ્રધાનશ્રીના સુપોષિત ભારતના સ્વપ્નને સમર્થન આપવા રાજય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરાઇ રહી છે. આ સંદર્ભે વલસાડ જિલ્લામાં પણ આ પોષણ માસમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ અભિયાન અંતર્ગત હાથ ધરાનારા કાર્યક્રમોના આયોજન અંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપદે બેઠક યોજાવામાં આવી હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ પોષણ અભિયાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પોષણ માસ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ માટે કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશિત કરે છે.
પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યકિતગત સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક છે. પોષણ માસની થીમ ʻʻસુપોષિત ભારત, સાક્ષર ભારત, સશકત ભારતʼʼ છે એમ જણાવતાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, પોષણ માસ દરિમયાન કુલ સાત થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. જેમાં ૧.માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર ૨.સ્વસ્થ બાળક સ્પર્ધા ૩.પોષણ ભી પઢાઇ ભી ૪.મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો ૫.મારી માટી મારો દેશ, ૬.આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન અને ટેસ્ટ, ટ્રીટ અને ટોક–એનિમિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને પોષણ માસ અંતર્ગત સંબધિત વિભાગોને રાજય સરકાર તરફથી જે કામગીરી સોંપવામાં આવી છે તે મુજબ તેમણે કામગીરી કરવાની રહેશે અને આ કામગીરીની ડેટા એન્ટ્રી ભારત સરકારના જનઆદોલન ડેશબોર્ડ પર એન્ટ્રી કરવામાં આવે અને લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500