વલસાડમાં, જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખી ડી.એસ.પી. એ જીલ્લાનાં તમામ પોલીસ મથકના અમલદારોને દારૂનાં વેચાણ પર અંકુશન રાખવા આપેલી સૂચના અંતર્ગત ડુંગરીનાં પી.એસ.આઈ. તથા તેમની ટીમે કુંડી હાઈવે પર વાહન ચેકિંગમાં હતા. જે દરમિયાન પોલીસે ઈનોવા કાર નંબર જીજે/16/એએ/9728ને રોકી તેમાં તપાસ હાથ ધરતા ઈનોવા કારમાંથી દારૂ અને બીયરની કુલ 354 બોટલો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે મોબઈલ એપ મારફતે ઈનોવાના એજન્સી અને કાર નંબરની તપાસ કરતા દારૂ ભરેલી ઈનોવા કારની નંબરપ્લેટ પણ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે દારૂ અને બીયરની જથ્થો તથા કાર મળી કુલ રૂપિયા 6,44,250/-નો મુદ્દમાલ જપ્ત કરી કાર ચાલક ભાવેશ મોહન પ્રજાપતિ (રહે.સુરત) ની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવનાર હિતેશને વોન્ડેટ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500