મોટાપોંઢા ગામના ગામતળ ફળીયામાં રહેતી 29 વર્ષીય યુવતી રીટા જયંતિભાઈ યાદવ તેના ફળીયામાં રસ્તાની બાજુએ ઉભી હતી. તે દરમિયાન વાપી તરફ જતા રોડ ઉપર પાર્ક કરાયેલી ટ્રક નંબર ઓડી/19/એલ/4401 ના ચાલકે અચાનક ટ્રક ચાલુ કરી હંકારવા જતા કાબુ ગુમાવી દીધા બાદ રસ્તાની સાઈડમાં ઉભેલી રીટાને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં રીટા ટ્રકના નીચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી યુવતીને વાપીની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીનું મૃત્યુ થયું હતું. જે અંગે યુવતીના ભાઈના મિત્ર ઉમેશકુમાર તિવારેએ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી, પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application