નાનાપોંઢા એ.પી.એમ.સી. ખાતે માસિયાભાઈ સાથે શાકભાજી વેપાર કરતો 21 વર્ષીય યુવાન અનુપ સંતોષ જયસ્વાલ રહે.પેટ્રોલ પંપ સામે,(મૂળ.કંસીલી ગામ,જી.દેવરિયા,યુ.પી)ના એ કોઈક કારણસર દુકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અનુપ તેના માસીયા ભાઈ સુરજ ગોરખપ્રસાદ જયસ્વાલ સાથે નાનાપોંઢા એ.પી.એમ.સી. માર્કેટના ગાળા નંબર-12માં શાકભાજીનો વેપાર કરતો હતો. સુરજે સાંજે કામ માટે વાપી અને ત્યાંથી દહાણું ગયો હતો. આ દરમિયાન અનુપ જયસ્વાલે કોઈએક અગમ્ય કારણસર પંખાની હુક સાથે નાયાલોની દોરી વડે ગળો ફાંસો ખાઈને જીવતર ટૂંકાવી લીધું હતું .
આ બાબતે મૃતક માસીયાભાઈ સુરજ જયસ્વાલે નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application