Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજકંપનીનાં 125 કિલો તાંબાના વાયર સાથે 3 ઈસમો ઝડપાયા

  • February 17, 2021 

ધરમપુરનાં પી.એસ.આઈ. એ.કે.દેસાઈ અને તેમની ટીમે ધરમપુર નગરમાં ચાલતા મિલકત સંબંધી ચાલતા ગુના સંદર્ભે પેટ્રોલિંગ હાથ ધરેલી હતી. તે સમય દરમિયાન 3 ઈસમો શંકાસ્પદ રીતે નજરે પડ્યા હતા.

 

 

 

પોલીસે ત્રણેય ઈસમો દિલીપ રમાશંકર કુર્મી, શ્યામલાલ રાજારામ પટેલ, અને જમનાલાલ ઉદયલાલ ગાડારીની કરેલ પૂછપરછમાં તેઓ જાણવા મળેલ કે, તેઓ ભંગારનો ધંધો કરે છે.

 

 

 

ત્યારબાદ પોલીસે ત્રણેય ભંગારીઓ પાસેના થેલામાં તપાસ કરતા થેલામાંથી તાંબાના 40 કિલો ગ્રામ વાયરનો જથ્થો અને વીજકંપનીના, નાના-મોટા ટુકડા કરેલા તાંબાના વાયરો મળી રૂપિયા 30,000/- નો જથ્થો મળી અઆવ્યો હતો અને ભંગારીઓ પાસે તાંબાના વાયરોના ખરીદી કરેલ કોઈ બિલ કે રસીદ ના મળતા પોલીસે તાંબાના વાયરનો જથ્થો કબ્જે કરી ત્રણેય ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application