Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : 20 વર્ષીય વૈશાલીબેન લીમજીભાઈ મેઢા ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • June 01, 2024 

ઉમરગામ તાલુકાનાં માંડા, નાનકાપાડા ખાતે રહેતી 20 વર્ષીય વૈશાલીબેન લીમજીભાઈ મેઢા ગત તારીખ 28/05/2024નાં રોજ સવારે 10.30 વાગ્યા દરમિયાન પોતાના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વિના કશે જતા રહ્યા હતા જેથી તેમની આસપાસના વિસ્તારમાં તપાસ કરતા કોઈ ભાળ મળી નહોતી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. જ્યારે ગુમ થનાર વૈશાલી શરીરે પાતળો બાંધો ધરાવવા સાથે રંગે ઘઉં-વર્ણની અને 5 ફૂટ 1 ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે સફેદ કલરનો કાળા ટપકાંવાળો ડ્રેસ અને કાળા કલરના સેન્ડલ પહેરેલા હતા. તેઓ ગુજરાતી, વારલી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ યુવતીની ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application