Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દવાની આડમાં લઈ જવાતો 2 લાખનો દારૂ ઝડપાયો

  • February 18, 2021 

નાનાપોંઢા પોલીસની ટીમએ નાનાપોંઢા ચાર રસ્તા પાસે પોલીસ ચેકિંગ હાથ ધરી હતી. તે સમયે દવાનો જથ્થો ભરેલી ટ્રક નંબર જીજે/27/એક્સ/8774માં દારૂ અને બીયરનો મોટા પ્રમાણમાં જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફે બાતમીવાળી ટ્રકને અટકાવી ને તપાસ હાથ ધરતા ટ્રકમાંથી દારૂ અને બીયરની 3456 બોટલો જેની કીંમત રૂપિયા 2,01,600/- મળી આવી હતી.

 

 

 

પોલીસે દારૂ-બીયરનો જથ્થો, ટ્રક, 1 મોબઈલ, અને 10.07 લાખનો દવાનો જથ્થો મળી કુ રૂપિયા 22,11,225/-નાં મુદામાલ સાથે ચાલક રાકેશ ફૂલચંદ પાલ (રહે.યુ.પી)ની ધરપકડ કરી હતી.જયારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર બુટલેગરને વોન્ડેટ જાહેર કર્યા હતા. આ અંગેની ફરિયાદ નાનાપોંઢા પોલીસે નોંધીને વધુ તપાસ પી.એસ.આઈ. આર.જે.ગામીતએ હાથ ધારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application