વલસાડ એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા પાસે ટેમ્પો નંબર જીજે/01/ડીઝેડ/1824ને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા માંસની આડમાં લઈ જવાતી 480 દારૂની બોટલ જે દમણથી માંસની આડમાં સંતાડી સુરત તરફ લઈ જવાઈ રહી હતી તે પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે માંસની તપાસ કરતા તે ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું.
આમ, એલસીબીની ટીમે દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને 2000 કિલો માંસના રૂપિયા 2 લાખ મળીને કુલ 7.66 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અને ક્લીનરની અટક કરી હતી તેમજ પોલીસે બંને આરોપીઓ સામે પ્રાણી ક્રૂરતા નિયમ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરી હતી અને પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application