Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીપ માંથી 1.41 લાખના દારૂ સાથે ઇસમ ઝડપાયો

  • February 08, 2021 

વલસાડ એલસીબી ની ટીમે વલસાડ-ધરમપુર રોડ ચોકડી પાસે મિલકત-સંબંધી ગુનાઓ શોધવા હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન, ક્વોલીસ નંબર જીજે/16/એએ/3535માં દારૂ અને બીયરનો જથ્થો ભરીને સુરત તરફ મોકલવામાં આવનાર હોવાની મળેલી બાતમીના આધારે એલસીબી ની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાં આવી પહોંચેલી બાતમીવાળી ગાડીને અટકાવીને તપાસ હાથ ધરતા અંદરથી દારૂ અને બીયરની 756 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1,41,600/- તથા પોલીસે ક્વોલીસ ગાડી અને 1 મોબઈલ મળી કુલ રૂપિયા 2,92,600/-ના મુદ્દામાલ સાથે ચાલક રીઝવાન યુસુફ મલેકની ધરપકડ કરી હતી.

 

 

આ બનાવમાં પોલીસએ દારૂ અને બીયરનો જથ્થો ભરાવનાર ચોટલો નામનો ઈસમ અને દારૂ મંગાવનાર મહેશ ઉર્ફે કિશોર નામના શખ્સને વોન્ડેટ જાહેર કર્યા છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application