Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના બે યુવકો શરીર પર દારૂની બાટલીઓ સંતાડી લઇ જતા પકડાયા

  • November 03, 2020 

સોનગઢ : તાપી ડીવાયએસપી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં આવેલ  શીતલ ગાર્ડન હોટલની સામેથી બાઈક નંબર જીજે/26/કે/0790 પર બે યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

તપાસ દરમિયાન બાઈક પર સવાર અજયભાઈ ઇન્દુભાઈ ગામીત અને આકાશભાઈ ભરતભાઈ ગામીત બંને જણા રહે, અંબાચ,આશ્રમ ફળિયું-વાલોડ ના બંને યુવકોએ પોતાના અંગ પર પ્લાસ્ટિકની ટેપ મારી સંતાડી દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 48 જેની કિંમત રૂપિયા 24,00/- નો દારૂ લઈ જતા પકડાઈ ગયા હતા.  

 

 

પકડાયેલા બંને યુવકોની પૂછ પરછ કરતા લક્કડકોટના અજાણ્યા ઇસમે દારૂ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ કાનાભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ,બાઈક અને બંને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 24,900/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application