વાલોડના એક સજ્જન વ્યક્તિ દ્વારા ઘર છોડીને નીકળી ગયેલ રસ્તો ભૂલેલ આશરે ૪૦ વર્ષના મહિલાના મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરેલ અને જણાવેલ કે, સોનગઢ તાલુકાના આંતરિયાડ વિસ્તારના એક બેન ઘરે પિતાના ત્રાસથી પોતે કામ ધંધો કરીને ગુજરાન ચલાવશે એવું વિચારી કામની શોધમાં અઠવાડિયાથી ઘરેથી નકળી ગયેલ તેમને કોઈ કામ મળેલ નથી અને હવે તે રસ્તો ભૂલી ગયા છે જેથી મદદની જરૂરત છે.
એમ જણાવતા ૧૮૧ ટીમ તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચી મહિલા ને મળી કાઉન્સેલિંગ કરી તમામ હકીકત જાણી તેમને જણાવેલ કે, તેમને બે દીકરીઓ છે જે સાસરે છે પતિ મૃત્યુ પામ્યા છે, હાલ તેમના ભાઈ સાથે પિયરમાં રહે છે તેમના પિતા કાયમ નશો કરીને લડાઈ ઝગડો કરે છે-ગમે તેમ બોલે છે તેમજ હાથ ચાલાકી કરે છે થોડા દિવસ પેલા ઝગડો થયેલ તો બેનને તેમના પિતાએ ઘરમાંથી નીકળી જવા કીધેલ અને નશો કરી મારઝૂડ કરી હતી,
જેથી કામની શોધમાં નીકળી ગયેલ બેનને ગુજરાતી બોલતા આવડતુ ના હોય અને તે પોતાની લોકલ ભાષા બોલતા હતા તેમને કોઈ કામ મળેલ નથી અને હવે તે ઘરે જવા માંગે છે જેથી તેમનું નામ સરનામું જાણી પરિવારની વિગત જાણી ગામના સરપંચ તેમજ આગેવાનનો સંપર્ક કરી બેન તેમના ગામના હોવાની ખરાઈ કરી તેમને તેમના પરિવાર સુધી પહોંચાડેલ છે અને બેનના પિતાને ઝગડો ના કરવા સમજાવેલ છે ફરી મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવેલ છે, આમ પિતાના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે ૧૮૧ ટીમ તાપીએ મિલાપ કરાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500