બારડોલી અસ્થાન વિસ્તારમાં આવેલ સાંઈ વિલા એ-વીંગમાં રહેતો સંજય ગોવિંદભાઈ પ્રજાપતિ(ઉ.વ.૩૫) વાલોડ તથા આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટરની કામગીરી કરતો હોય જેથી કામ પૂર્ણ કર્યા બાદ સાંજના સમયે બારડોલી જઈ રહ્યો હતો.
તે દરમિયાન નનસાડ ખાતે પડાવ નાખી રહેતા શેરડીનો ખેત-મજુર તાનુભાઈ ઝીપરીયા ગામીત(ઉ.વ.૫૨, મૂળ.આહવા-ડાંગ) વાલોડ ખાતે શાકભાજી લઈ પરત પડાવ નનસાડ ખાતે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં બારડોલી તરફ જતા સંજય પ્રજાપતિ(નં.જીજે/19/એએસ/6735) મોટરસાઈકલ પર જતા ચાલકને હાથ કરી ઉભો રાખતા તેની પાછળ શેરડી કાપનાર તાનુભાઈ બેસી ગયા બાદ બારડોલી વાલોડ રોડ પરથી પસાર થતી વેળા સામેથી આવતા વાહનની લાઈટથી આંખ અંજાઈ જતા સંજયએ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાઈકલ સ્લીપ મારી રોડ પર પટકાઈ જતા સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઘટના સ્થળે હાજર લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેમણે વાલોડ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો જ્યારે પાછળ બેસેલ ખેત-મજુરને ઈજાઓ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application