વાલોડ-બારડોલી રોડ પર એક્ટિવા પર પાછળ બેસેલ મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરી બે અજાણ્યા બુલેટ સવાર ચોરટાઓ ફરાર થઇ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે,
મળતી માહિતી અનુસાર સુરેખાબેન ભગુભાઈ પટેલ રહે,ઢોડિયાવાડ,વ્યારા નાઓ વ્યારાથી પોતાના પિયર અલ્લુ બોરિયા ખાતે સગા સબંધીઓને મળવા તેમની મોટી દીકરી નીતાબેન સાથે તેમની એક્ટિવા મોપેડ નંબર જીજે/26/સી/3865 પર ગયા હતા, તેઓ પરત વ્યારા આવી રહ્યા હતા તે દરમિયાન શીકેર ગામની સીમમાં તેમની એકટીવા ગાડીને પાછળથી આવતાં એક કાળા કલરની બુલેટ સવારે ડાબી બાજુથી પસાર થતી વખતે ચાલુ ગાડીએ એક્ટિવા પર પાછળ બેસેલ સુરેખાબેનના ગળામાંથી સોનાની તુલસી માળા પકડી જોરથી આંચકી લેતા ચેન તૂટી જતા બન્ને ચોરટાઓએ બુલેટ હંકારી ફરાર થઇ ગયા હતા,
બનાવ અંગે સુરેખાબેને ભગુભાઈ પટેલે વાલોડ પોલીસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ચોરટાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500