વાલોડના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખેતરોમાંથી મોટર ચોરી થતી હોવાની ફરિયાદ એક્શનમાં આવેલી વાલોડ પોલીસે બે ચોરોને ઝડપી પાડી છ સબમર્સીબલ મોટર કબજે કરી હતી અને એક ભંગારીયાને પણ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકામાંથી અવર-નવાર ખેતરોમાંથી વીજવાયરો, કોયલ કે સબમર્સીબલ મોટર ચોરાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી હતી.જોકે પોલીસ દ્વારા આ અંગે તપાસના આધારે સબમર્સીબલ ચોરનારાઓને બાતમીના આધારે ઝડપી પાડી તેમની પાસેથી છ જેટલી સબમર્સીબલ મોટરો કબજે લેવામાં આવી છે.જેમાં બે ચોરો વિરલ નગીન ભરતભાઈ હળપતિ બાવડી ફળિયું,વાંકાનેર-બારડોલી તથા અનિલ હિતેશભાઈ હળપતિ રહે નવાગાળા ફળિયું, નનસાડ-વાલોડ નાઓ પાસેથી બે સબમરસીબલ મોટર તેમજ ભંગારનો ધંધો કરતો જમીન નવસાદ રફિકખાન હાલ રહે.વાલોડ ના પાસેથી ચાર સબમરસીબલ મોટર મળી કુલ છ સબમરસીબલ મોટર પોલીસે કબજે કરી હતી.
વાલોડ પોલીસે આ અંગે આરોપીઓને પકડી મુદ્દામાલ કબજે કર્યો છે.આ મોટરો આરોપી જમીલ ઉર્ફે નવસાદ રફિક ખાન હાલ વાલોડ ખાતે કણજોડ રોડ ઉપર આવેલ બાબા આંબેડકર સ્કૂલની સામે જેણે સબમર્સીબલ મોટર ચોરી હોવાનું જાણવા છતાં આરોપીઓ પાસેથી સબમર્સીબલ મોટરો ખરીદી કરી ગુનો કરેલ હોવાનું કબુલાત કરી હતી તેમજ અન્ય ચાર મોટર ક્યાંથી ચોરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.વાલોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500